બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ
ઓનલાઈન ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ
રૂ. 2.04 લાખથી વધુનો ડુપ્લીકેટ સાબુનો જથ્થો જપ્ત
સાયન્સ મેજિક અને ઘર સોપ્સના નામે નકલી સાબુનો વેપલો
લસકાણા પોલીસે બે ભેજાબાજ આરોપીઓને દબોચ્યા
સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ ટીમે દરોડો પાડીને બ્રાન્ડેડ અને લોકપ્રિય કંપનીના નામે ચાલતા ડુપ્લીકેટ સાબુ બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ ટીમે દરોડો પાડીને બ્રાન્ડેડ અને લોકપ્રિય કંપનીના નામે ચાલતા ડુપ્લીકેટ સાબુ બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જાણીતી બ્રાન્ડ ‘ઘર સોપ્સ’ અને ‘સાયન્સ મેજિક’ સાબુના નામે નકલી સાબુ તૈયાર કરી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી બે આરોપીઓની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 2.04 લાખથી વધુની કિંમતનો ડુપ્લીકેટ સાબુનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે લોકપ્રિય બ્રાન્ડ્સના પેકિંગ અને નામોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા અને આ સાબુઓને ઓનલાઇન પ્લેટફોર્મ તેમજ અન્ય માધ્યમો દ્વારા નિર્દોષ ગ્રાહકોને વેચીને મોટા પાયે છેતરપિંડી આચરતા હતા. લસકાણા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
