સુરતમાં યોજાયો E રક્ષક કાર્યક્રમ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત
હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત
રાજ્યના CCTVને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરાશે
યુવાનો માટે પણ કરી મહત્વની જાહેરાત
સુરતમાં ‘E રક્ષક’ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના CCTV ને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરવામાં આવશે.
સુરતમાં યોજાયેલા ‘E રક્ષક’ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપીને એક અત્યંત મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આખા રાજ્યના તમામ CCTV કેમેરાઓને એક જ પ્લેટફોર્મ પર કનેક્ટ કરવાની દિશામાં ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સિસ્ટમ કાર્યરત થતાં જ રાજ્યમાં કોઈ પણ સ્થળે ગુનો કરીને ભાગી છુટનાર અસામાજિક તત્વો પર સીધી નજર રાખી શકાશે.
પોતાના સંબોધનમાં મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોના સશક્તિકરણ અને નવીન પ્રોજેક્ટ્સ વિશે પણ ખાસ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે, જેનો લાભ લઈને યુવાનો દેશ અને રાજ્યની સુરક્ષામાં પોતાનું યોગદાન આપી શકે છે. આ સાથે જ ટેકનોલોજીના બેવડા પાસાઓ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજી જેટલી ઉપયોગી છે તેટલા જ તેનાથી સર્જાતા પડકારો પણ મોટા છે.
