ભરૂચના શુકલતીર્થ નજીકનો બનાવ

કડોદ ગામેથી મળ્યો યુવાનનો મૃતદેહ

નર્મદા નદીમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મૃતક ઓસારા ગામનો રહેવાસી

પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભરૂચના શુકલતીર્થ નજીક આવેલા કડોદ ગામે નર્મદા નદીના પાણીમાંથી ક્ષતવિક્ષત હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

ભરૂચના શુકલતીર્થ નજીક આવેલા કડોદ ગામે નર્મદા નદીના પાણીમાંથી ક્ષતવિક્ષત હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ઓસારા ગામ નજીક આવેલા હલદરવા ગામના 35 વર્ષીય ગુલશન વસાવા તરીકે થઈ છે.

ગુલશન વસાવા ગત બુધવારે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતાં પરિવારજનો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે શુકલતીર્થ નજીક આવેલા કડોદ ગામના નદીકિનારેથી વિકૃત હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ સ્થાનિક ગ્રામજનો દ્વારા શુકલતીર્થ પોલીસ ચોકીને કરવામાં આવતાં પોલીસ દ્વારા ગુલશન વસાવાના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરાતાં તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમ દ્વારા નદીના પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને તેનું ચોક્કસ કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.