આમોદમાં માર્ગની લાંબા સમયથી હતી બિસ્માર હાલત
બિસ્માર માર્ગનું રૂ. 2.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું
ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે માર્ગનું લોકાર્પણ કરાયું
વાહનચાલકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી
માર્ગની ગુણવત્તા જળવાઈ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરાય
ભરૂચ જિલ્લાના આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગનું આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. 500 મીટર લાંબા RCC રોડની કામગીરી પૂર્ણ થતાં આમોદ-જંબુસર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે શ્રીફળ વધેરી માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માર્ગનું નવીનીકરણ પૂર્ણ થતાં હવે વાહનચાલકો અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હવે માર્ગની ગુણવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે.
