ભરૂચના જંબુસરની ચાંદપીર સોસાયટી નજીક એક રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે રિક્ષામાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કુરાલ ગામેથી એક પરિવાર જંબુસર ખાતે દવા લેવા માટે આવ્યો હતો. આ દરમિયાન ચાંદપીર સોસાયટી પાસે રિક્ષા ચાલકનું વાહન ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું.

અકસ્માત સર્જાતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.શહેરમાં ખુલ્લી ગટરોને કારણે સર્જાતી આવી ઘટનાઓને પગલે તંત્ર દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.