ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ટીમ દ્વારા રજુઆત
રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવાયું
કાયદાની યોગ્ય અમલવારીનું માંગ
કચેરીઓમાં પોસ્ટર દ્વારા જાગૃતિ અંગે રજુઆત
ભરૂચમાં RTI એક્ટિવિસ્ટ ટીમ દ્વારા રાજ્યપાલને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં આર.ટી.આઈ.કાયદાની યોગ્ય રીતે અમલવારી સહિતની માંગ કરવામાં આવી હતી
ભરૂચમાં આજે RTI એક્ટિવિસ્ટ ટીમ દ્વારા ગુજરાતના રાજ્યપાલને કલેક્ટર મારફતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. RTI એટલે કે માહિતી અધિકાર અધિનિયમને 21 વર્ષ પૂર્ણ થવા છતાં કાયદાના નિયમોનો યોગ્ય રીતે અમલ થતો ન હોવાની રજૂઆત ટીમ દ્વારા કરવામાં આવી હતી.
RTI એક્ટિવિસ્ટ ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે માહિતી અધિકાર અધિનિયમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકને સરકારી કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ અંગે જરૂરી માહિતી સરળતાથી મળી રહે તેવો છે. જોકે, કાયદાને લગતા નિયમો અને જોગવાઈઓ અંગે સામાન્ય નાગરિકોમાં પૂરતી જાણકારીના અભાવને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની બાબત ધ્યાન પર લાવવામાં આવી હતી.
આવેદનપત્રમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં RTI એક્ટને લગતા નિયમો, જોગવાઈઓ અને માહિતી મેળવવાની પ્રક્રિયા અંગેની વિગતો દર્શાવતાં માહિતી બોર્ડ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
