આત્મસન્માન અને આર્થિક સુરક્ષા
ગંગાસ્વરૂપા બહેનોની નવી સફર
ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના
બહેનોને મળશે રૂ. 50,000 ની સહાય
ગંગાસ્વરૂપા બહેનો માટે ગુજરાત સરકારનો મોટો સંકલ્પ
જીવનસાથી ગુમાવ્યા બાદ સામાજિક એકલતા અને આર્થિક ભીંસ વેઠતી ગંગાસ્વરૂપા બહેનોની નવી શરૂઆત માટે ગુજરાત સરકાર મજબૂત પીઠબળ બની છે.
જીવનસાથી ગુમાવ્યા બાદ સામાજિક એકલતા અને આર્થિક ભીંસ વેઠતી ગંગાસ્વરૂપા બહેનોની નવી શરૂઆત માટે ગુજરાત સરકાર મજબૂત પીઠબળ બની છે. ‘ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના’ હેઠળ પાત્ર લાભાર્થી બહેનોને રૂપિયા 50,000 ની સહાય આપીને રાજ્ય સરકાર તેમના નવા સંસારને આત્મસન્માન અને આર્થિક સુરક્ષા પ્રદાન કરી રહી છે.
આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની ગંગાસ્વરૂપા મહિલાઓને પુનર્લગ્ન કરવા બદલ રૂપિયા 50,000ની સહાય મળે છે,જેમાં લગ્નના છ મહિનામાં અરજી કરવાથી રૂપિયા 25000 DBT મારફતે સીધા બેંક ખાતામાં જમા થાય છે, જ્યારે બાકીના રૂપિયા 25000 રાષ્ટ્રીય બચતપત્ર સ્વરૂપે આપવામાં આવે છે.
ગાંધીનગરના માણસામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જલપાબેન મિસ્ત્રીએ પતિના અવસાન બાદ પરિવાર અને દીકરીના સમર્થનથી પુનર્લગ્નનો સાહસિક નિર્ણય લીધો હતો. યોજનાકીય સહાયથી ઘરખર્ચમાં ટેકો મળ્યો અને બચતપત્ર થકી દીકરીનું ભવિષ્ય પણ સુરક્ષિત બન્યું છે. સામાજિક રૂઢિચુસ્તતાની પરવા કર્યા વિના અમિતભાઈ મિસ્ત્રી સાથે નવો સંસાર શરૂ કરનારા જલપાબેન આજે સુખી દાંપત્યજીવન માણી રહ્યા છે.
આમ, આ યોજના માત્ર આર્થિક ટેકો જ નહીં, પરંતુ ગંગાસ્વરૂપા મહિલાઓને સમાજમાં સન્માનભેર પુનઃ સ્થાપિત થવાની નવી દિશા અને અડગ આત્મવિશ્વાસ પણ પૂરો પાડે છે.
