નવરાત્રી પર્વમાં આરોગ્ય મંત્રીની ઓસાનહોતી મુલાકાત
ચુંદડી અને મૌસમ રેસ્ટોરન્ટના રસોડાની લીધી મુલાકાત
સ્વચ્છતા અને પારદર્શિતાના કર્યા વખાણ
રસોડાના CCTVનું ડિસ્પ્લે બહાર મૂકવાની પહેલને મંત્રીએ બિરદાવી
આરોગ્ય મંત્રીએ સ્વચ્છ રસોડું શુદ્ધ ભોજન પહેલ માટે કરી અપીલ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ‘ચુંદડી’ અને ‘મૌસમ’ રેસ્ટોરન્ટની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી.જો કે, આ મુલાકાત કોઈ ખામી શોધવા કે દંડ કરવાની નહીં, પરંતુ ઉત્તમ કામગીરીને બિરદાવવા માટે હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ‘ચુંદડી’ અને ‘મૌસમ’ રેસ્ટોરન્ટની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. નવરાત્રી પર્વની હલચલ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જ્યારે અચાનક મોટા વરાછાની ‘ચુંદડી’ અને ‘મૌસમ’ રેસ્ટોરન્ટ પહોંચ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. પરંતુ આ મુલાકાતનો હેતુ કોઈ તપાસ કરવાનો નહીં, પરંતુ આ રેસ્ટોરન્ટ દ્વારા ખાણીપીણીની શુદ્ધતા માટે કરવામાં આવતી ઉત્તમ કામગીરીને પ્રોત્સાહન આપવાનો હતો.
ખાસ કરીને, આ રેસ્ટોરન્ટ દ્વારા રસોડાની અંદર શું રંધાઈ રહ્યું છે અને કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે તે ગ્રાહકો સીધા જોઈ શકે તે માટે રસોડાના CCTV કેમેરાનું ડિસ્પ્લે બહારના ભાગે મૂકવામાં આવ્યું છે. આ પારદર્શક વ્યવસ્થા જોઈને મંત્રી પ્રફુલ પાનશેરીયા ગદગદ થઈ ગયા હતા અને તેમણે રેસ્ટોરન્ટ સંચાલકોની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.
એટલું જ નહીં, રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્યની કાળજી રાખીને એનાલોગ ચીઝ કે નકલી પનીરનો ઉપયોગ ન કરવા તેમજ માત્ર ગુણવત્તાયુક્ત અને બ્રાન્ડેડ ખાદ્ય સામગ્રીનો જ ઉપયોગ કરવા અંગેના સ્પષ્ટ બોર્ડ પણ ડિસ્પ્લે પર દર્શાવવામાં આવ્યા છે. આ સરાહનીય પહેલ બદલ મંત્રીએ રેસ્ટોરન્ટના માલિકને ‘ચુંદડી’ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.
