અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં પોલીસે કાર્યવાહી કરીને ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આ મામલે એક મહિલાની સંડોવણી સામે આવી છે, જ્યારે સુરતનો કાલુ નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સારંગપુર વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગરની મંગલદીપ સોસાયટીના પ્લોટ નંબર 281 પર આવેલા મકાન નંબર 1માં આ મામલો બન્યો હતો.આ કેસમાં ઓમલતા બિંદેશ્વર્ય વિલાશ મંડલ (ઉંમર આશરે 50 વર્ષ), રહે. મંગલદીપ સોસાયટી, સારંગપુર, અંકલેશ્વર, સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે કાર્યવાહી દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો આશરે 1.320 કિલોગ્રામ જથ્થો,પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી નાની-મોટી 12 થેલીઓ અને એક સ્કૂલ બેગ પણ કબજે કરવામાં આવી હતી.
આ કેસમાં સુરત ખાતે રહેતો કાલુ નામનો શખસ વોન્ટેડ દર્શાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
