ભરૂચના નેત્રંગનો બનાવ

કલેકટરે લીધી આકસ્મિક મુલાકાત

સી.એચ.સી.માં ગંદકી

અસુવિધાઓ પણ સામે આવી

અધિકારીઓને સ્થળ પર જ આપી સૂચના

ભરૂચના નેત્રંગ ખાતે મંત્રી પદ્યુમન વાજાના પ્રવાસને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રની અચાનક આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરની આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન હોસ્પિટલમાં ક્ષતિઓ અને અવ્યવસ્થા સામે આવતા કલેક્ટરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

વિઓ

ભરૂચ જિલ્લા કલેકટરની નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક તપાસ દરમિયાન ગંદકીની ભરમાર જોવા મળી હતી. પથારીઓ પરના લીનન ન હતા, જ્યારે ટપકતા નળ મળી આવ્યા હતા. દર્દીઓ માટેની પ્રાથમિક સુવિધાઓની જાળવણી અને સફાઈમાં બેદરકારી જોઈને કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ હાજર સ્ટાફને તાકીદ કરી હતી.હતો.અનિયમિતતા અને સાફ-સફાઈના અભાવ બદલ કલેક્ટરે જવાબદાર સ્ટાફને ખખડાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને તબીબી સુવિધાઓ સુવ્યવસ્થિત કરવામાં આવે. દર્દીઓને યોગ્ય સારવાર અને શુદ્ધ વાતાવરણ મળી રહે તે માટે જરૂરી તમામ સુધારાઓ તાત્કાલિક ધોરણે કરવા સૂચના આપી હતી. કલેક્ટરની આ આકસ્મિક કાર્યવાહીથી આરોગ્ય કેન્દ્રના સ્ટાફમાં ફાફડાટ વ્યાપી ગયો છે.