ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે ગાય ચરાવવા ગયેલા પશુપાલક પર મધમાખીઓએ હુમલો કરતાં ગંભીર ઘટના સામે આવી છે. મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અર્જુનસિંહ કીર્તનસિંહ સોલંકીનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કોરા ગામે ગાય ચરાવી રહેલા અર્જુનસિંહ કીર્તનસિંહ સોલંકી પર અચાનક મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.
આ દુઃખદ ઘટનાને પગલે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ શોક વ્યક્ત કર્યો હતો. પશુપાલકના અચાનક મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર કોરા ગામ સહિત પંથકમાં શોકનો માહોલ છવાયો છે.કોરા ગામમાં બનેલી આ દુઃખદ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.
