વૈશાલીના રાઘોપુરમાં ગંગા નદીમાં હોડી ઊંધી વળી ગઈ હતી.આ દુર્ઘટનામાં 13 બાળકોના મોત થયા છે. તમામની ઉંમર 6 થી 15 વર્ષની વચ્ચે બતાવવામાં આવી રહી છે. મૃતકોમાં 7 બાળકીઓ એક જ પરિવારની હતી.
દુર્ઘટના રાત્રે આશરે 8.30 વાગ્યે સર્જાય હતી. જ્યારે 25 થી વધુ લોકો એક નાની હોડીમાં બેસીને નદી પાર કરીને શ્રાદ્ધના ભોજનમાં જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં પિંકી કુમારી, અંકિતા કુમારી, સુનીતા કુમારી, આર્યન કુમાર, અલીશા કુમારી, સીકી કુમારી, ભોણૂ કુમારી અને મીરા કુમારી સામેલ છે.
વૈશાલીના ડીએમ વર્ષા સિંહે જણાવ્યું છે કે 7 ઈજાગ્રસ્તોને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. કેટલા બાળકો લાપતા છે, તેની માહિતી સામે આવી નથી. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
જ્યારે સીએમ સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિજનોને 4-4 લાખ અને પીએમઓએ 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની રકમ આપવામાં આવશે.
સીએમ સમ્રાટ ચૌધરીએ દુર્ઘટનાને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવી છે. તેમણે કહ્યું, આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
