રાજવી નગરી રાજપીપળામાં ભક્તિના રંગે રંગાયું
નવરાત્રી પર્વે ભક્તિનો અનોખો માહોલ રચાયો
નવરાત્રીમાં ત્રણ વખત થાય છે માતાજીની પાવન આરતી
પરંપરાગત ભાતીગળ મેળાથી માઈભક્તોમાં ઉત્સાહ
વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
નર્મદા જિલ્લાની રાજવી નગરી રાજપીપળા સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાઈ ગયું છે. આસો માસની નવરાત્રી નિમિત્તે યોજાતા 10 દિવસીય પરંપરાગત ભાતીગળ મેળામાં માઈભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નર્મદા જિલ્લાનું મુખ્ય મથક અને પ્રસિદ્ધ રાજવી નગરી રાજપીપળા અત્યારે સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાઈ ગયું છે. આસો માસની નવરાત્રી નિમિત્તે યોજાતા 10 દિવસીય પરંપરાગત ભાતીગળ મેળામાં માઈભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકવાયકા મુજબ, ઉજ્જૈનથી સાક્ષાત માઁ હરસિદ્ધિ રાજા વેરીસાલજીની ભક્તિથી પ્રસન્ન થઈને રાજપીપળા પધાર્યા હતા. સામાન્ય દિવસોમાં અહીં બે વખત આરતી થાય છે, પરંતુ નવરાત્રીના આ પવિત્ર દિવસો દરમિયાન માતાજીની દિવસમાં 3 વખત વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, જેનો અલૌકિક લ્હાવો લેવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને હિન્દુ દેવસ્થાન કમિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન અને પાર્કિંગની ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ મેળામાં અવનવી રાઇડ્સ, ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ અને પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝલક અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
