ભરૂચના હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ દ્વારા આંતર-ABG શાળાઓની ચેસ ટુર્નામેન્ટ ‘CHECKMATE 2026–27’ના ઝોનલ રાઉન્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ટુર્નામેન્ટમાં આદિત્ય બિરલા ગ્રૂપની 12 શાળાઓના પ્રતિભાશાળી યુવા ચેસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.



ટુર્નામેન્ટમાં અન્ડર-9, અન્ડર-12 અને અન્ડર-14 એમ ત્રણ વયજૂથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા નિખારવાની સાથે આત્મવિશ્વાસ, શિસ્ત, ધીરજ અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાની તક મળી રહી છે.આ પ્રસંગે શાળા દ્વારા બિરલા સેલ્યુલોસિક, ખરચના યુનિટ હેડ વિજેન્દ્ર બાબુ તથા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જિતેન્દ્ર પટેલ, શાળાના આચાર્ય ભગવાનદાસ કોટવાની તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.