અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ગરબા ગ્રાઉન્ડ પર રંગત જામી
ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા
માતાજીની આરાધના કરાય
નવરાત્રી અંતિમ પડાવ પર
અંકલેશ્વરમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની રંગત જામી હતી
નવરાત્રિના સાતમા નોરતે અંકલેશ્વરમાં ઠેરઠેર ગરબાની રમઝટ જોવા મળી હતી. ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓના ઉત્સાહ અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ખોડલધામ ગરબા મહોત્સવ તેમજ શહેરના ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાતમા નોરતે બંને સ્થળોએ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા ઉમટી પડ્યા હતા. સંગીતના તાલે અને માતાજીના જયઘોષ સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.નવરાત્રિના રંગે રંગાયેલા અંકલેશ્વરમાં ખેલૈયાઓના ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે ગરબા મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંપરા અને ભક્તિના સંગમ સમાન ગરબાની રમઝટથી સાતમા નોરતાની ઉજવણી યાદગાર બની હતી.
