ભરૂચ જિલ્લા કલેક્ટર  નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનહિતના પ્રશ્નો, પડતર ફરિયાદો અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આરોગ્ય, પાણી, રસ્તા, નેશનલ હાઈવેની મરામત, અમરાવતી ખાડી બ્રિજ અને ભાડભૂત બેરેજ યોજના સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત, સેવાસેતુ કાર્યક્રમ હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અરજીઓના હકારાત્મક નિકાલ બદલ અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી.બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.