ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૭ ઓક્ટોબરના રોજ ભરૂચ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાના થવા ગામની પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળાની અંડર-૧૭ મહિલા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો.દીકરીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. શાળાનાં આચાર્ય રંજનબેન વસાવાએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.