ભરૂચ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લામાં જૂના મોબાઈલ ફોન અને સિમકાર્ડની ખરીદ-વેચાણ કરતા વેપારીઓએ ફરજિયાત રજિસ્ટર નિભાવવાનું રહેશે.વેપારીઓએ મોબાઈલની કંપની, IMEI નંબર, ખરીદનાર અને વેચનારનું નામ, સરનામું તથા ઓળખપત્રની વિગતો નોંધવાની રહેશે.
નવા સિમકાર્ડના વેચાણ વખતે પણ ગ્રાહકની જરૂરી વિગતો અને સહી નોંધવાની રહેશે. આ રજિસ્ટરનો ડેટા ઓછામાં ઓછા એક વર્ષ સુધી સાચવી રાખવાનો રહેશે અને પોલીસ અધિકારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં જૂના મોબાઈલ અને સિમકાર્ડના વેપારીઓએ રજિસ્ટર રાખવું ફરજિયાત, તંત્રનું જાહેરનામુ
