ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના આઠમના પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે.ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભરૂચમાં નવરાત્રીના પવિત્ર પર્વનો હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે આવતીકાલે આઠમના પર્વની ઉજવણી કરવામાં આવશે. આઠમના પર્વની ઉજવણી ક્યારે કરવી તે અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યાં હતાં.આ દરમિયાન ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરના મહંતે આઠમના પર્વની ઉજવણી અંગે માહિતી આપી હતી. મહંતે જણાવ્યું હતું કે દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે આવતીકાલે આઠમના પર્વની ઉજવણી કરવામાં આવશે.આમ, આઠમના પર્વને લઈને ભક્તોમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અંબાજી મંદિરે પણ પર્વની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવશે.
