માતાનામઢ ખાતે પરંપરાગત પત્રીવિધિ સંપન્ન

ભક્તિમય માહોલમાં ગુંજ્યા માતાજીના જયઘોષ

પરંપરાગત પત્રીવિધિ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સંપન્ન

રાજપરિવાર દ્વારા શાસ્ત્રોક્ત રીતે પત્રીવિધિ સંપન્ન કરાઈ

પત્રીવિધિના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

કચ્છના આસ્થાના પ્રતિકસમાન અને અતિ-પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ તથા ભુજના આશાપુરા માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પત્રીવિધિ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી.

કચ્છના આસ્થાના પ્રતિકસમાન અને અતિ-પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ તથા ભુજના આશાપુરા માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પત્રીવિધિ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી.

આ પવિત્ર અવસરે રાજપરિવારના હનુવંતસિંહજીએ શાસ્ત્રોક્ત અને પરંપરાગત રીતે પત્રીવિધિ સંપન્ન કરી હતી. રાજ પરિવાર દ્વારા માતાજીની પત્રી સ્વીકારવાની આ વર્ષો જૂની ધાર્મિક પરંપરાને આજે પણ તે જ અવિરત શ્રદ્ધાથી જાળવી રાખવામાં આવી છે. પત્રીવિધિ દરમિયાન માતા આશાપુરાના વિશેષ આશીર્વાદ અને પ્રસાદની પરંપરા નિભાવવામાં આવી હતી.

ખાસ વાત એ રહી કે પત્રીવિધિની થોડી જ મિનિટોમાં માતાજીનો પ્રસાદ ઝીલાયો હતો, જેના સાક્ષી બનવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં માઈભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પત્રીવિધિના આ પવિત્ર ક્ષણના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સમગ્ર મંદિર પરિસર “જય માતાજી” ના ગગનભેદી નાદ અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોમાં જોવા મળેલા ભવ્ય ઉત્સાહ અને શ્રદ્ધાથી આખું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.