અંકલેશ્વરમાં ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. નવરાત્રીના અંતિમ દિવસે દશેરાના પાવન પર્વ નિમિત્તે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ દરમિયાન દરરોજ અંદાજે 7 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે ઉમટી પડ્યા હતા. નવ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. અંતિમ દિવસે પણ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.દશેરાના પાવન પર્વે માતાજીની મહાઆરતી સાથે નવરાત્રી મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. મહોત્સવને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાઓ, કાર્યકરો, સેવાભાવી લોકો અને સહયોગીઓનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.