ભરૂચમાં વિકાસના કાર્યો

વોર્ડ નંબર 10માં કરાયુ નવીનીકરણ

રૂ.52 લાખના ખર્ચે ફિશ માર્કેટનો વિકાસ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના કતોપોર બજારમાં રૂ. 52 લાખના ખર્ચે ફિશ માર્કેટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10માં આવેલા કતોપોર બજાર ખાતે રૂ. 52 લાખના ખર્ચે ફિશ માર્કેટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકૃત ફિશ માર્કેટનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, સ્થાનિક નગરસેવકો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારની નાણા પંચની ગ્રાન્ટ અને ભરૂચ નગરપાલિકાની વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી ફિશ માર્કેટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. માર્કેટમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થા જળવાઈ રહે તેમજ તેની યોગ્ય જાળવણી થઈ શકે તે માટે નગરપાલિકા દ્વારા કાયમી કર્મચારીની નિમણૂક પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત, વિકાસના આગામી તબક્કા તરીકે ફિશ માર્કેટને અડીને આવેલી શાકભાજી માર્કેટનો પણ ફેઝ-2માં વિકાસ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં કતોપોર બજારમાં વેપારીઓ અને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા છે.