સરદાર સાહેબની 151મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ પહેલ  

એકતાનગરમાં 620 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્કૂલ ઈ-બસ સેવાનો લાભ

છ AC ઈ-બસ સાથે વિદ્યાર્થીઓની અવરજવર સરળ બની

અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને સુલભ પરિવહનની વ્યવસ્થા

SOU સત્તામંડળની પહેલથી બાળકોના શિક્ષણને મળી નવી પાંખો

રાષ્ટ્રીય એકતા દિવસ 2026 અને સરદાર સાહેબની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની એક વિશેષ પહેલની ઝાંખી સામે આવી છે.

રાષ્ટ્રીય એકતા દિવસ 2026 અને સરદાર સાહેબની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની એક વિશેષ પહેલની ઝાંખી સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AC સ્કૂલ ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. માર્ચ 2025થી કાર્યરત આ સેવા અંતર્ગત હાલમાં અંદાજે 620 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓની સુવિધા માટે છ ઈ-બસ અને એક વિંગર સહિત કુલ સાત વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાડકોઈથી ગરુડેશ્વર, ગાડકોઈથી બોરીયા, મોખડીથી બોરીયા અને લીમડીથી બોરીયા એમ ચાર રૂટ પર આ સેવા કાર્યરત છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે છ સ્કૂલ બસ ગાઈડની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે બસ સેવા પર દેખરેખ રાખવાની જવાબદારી પોલીસ કર્મચારીને સોંપવામાં આવી છે.

આ નિઃશુલ્ક હરિત પરિવહન સેવાથી અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓની શાળા સુધીની અવરજવર સરળ બની છે. સાથે જ તેમનો સમય બચાવવા અને શિક્ષણ સુધી પહોંચ સુલભ બનાવવાના પ્રયાસને પણ વેગ મળ્યો છે.SOU સત્તામંડળની આ પહેલ શિક્ષણ, સુરક્ષા અને પર્યાવરણમિત્ર પરિવહનના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.