ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓનલાઈન પોર્ટલ મારફતે રજૂ થયેલી નાગરિકોની અરજીઓ અંગે સુનાવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં રસ્તાના સમારકામ, પાણીના નિકાલ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ દૂર કરવા, કાયદો અને વ્યવસ્થા સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત, પારદર્શક અને નિયમોનુસાર નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.