અંકલેશ્વર તાલુકાના ગડખોલથી અંડાળા તરફ જતા માર્ગ પર કૈલાશ ટેકરી નજીક બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર  સહિત મહિલાને ઈજાઓ પહોંચી હોવાની  માહિતી મળી રહી છે.

બાઈક ચાલક ગડખોલથી અંડાળા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન કૈલાશ ટેકરી નજીક રસ્તા પરથી પસાર થઈ રહેલા મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલા અને બાઈક સવાર બન્નેને ઇજા પહોંચી હતી.અકસમાતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે માર્ગ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.