ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ હાંસોટ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ સરકારી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.મુલાકાત દરમિયાન તેમણે હાંસોટ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સુણેવખુર્દ અને માલણપોર ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ રેકોર્ડની ચકાસણી કરી હતી.

સુણેવખુર્દમાં ખેતર સુધીના રસ્તાની માંગ અને તળાવના સૌંદર્યીકરણ અંગે સૂચનાઓ આપી હતી, જ્યારે માલણપોરમાં ગ્રામજનો સાથે પાણી સહિતના સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી રવિરાજ પરમાર, મામલતદાર રાજન વસાવા, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.