જંબુસર શહેરના કોટ દરવાજા વિસ્તારમાં ધોળા – દિવસે ચોરીની ઘટના સામે આવી છે.  નગરપાલિકા પૂર્વ પ્રમુખના  સાસુને નિશાન બનાવી અજાણ્યા  શખ્સે તેમની 4 તોલા સોનાની – બંગડીઓ અને રૂ. 25 હજાર રોકડા  લઈને ફરાર થયો હતો. ઘટના જંબુસર પોલીસ ચોકીથી અંદાજે 100 મીટર દૂર બની હતી. મળતી માહિતી મુજબ બપોરે લગભગ 12 વાગ્યે એક અજાણ્યોવ્યક્તિ ત્યાં આવ્યો હતો. તેણે પહેલા રૂ.20ને ફૂલની માંગણી કરી હતી. ત્યારબાદ તેણે રૂ.25 હજાર રોકડા આપ્યા અને તે પૈસા ફૂલની ટોપલીમાં રાખવા કહ્યું હતું.

પછી તેણે મહિલાને હાથની સોનાની બંગડીઓ ઉતારીને એ જ ટોપલીમાં મૂકવા કહ્યું હતું. મહિલાએ બંગડીઓ ટોપલીમાં મૂક્તાં જ આરોપીએ પૈસા અને બંગડીઓ ઉઠાવી લીધી અને તરત જ ભાગી ગયો.ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. કોટ દરવાજા અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.