બ્રહ્મનાદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ, અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા AIA હોલ ખાતે  સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર ઓસમાન મીણએ પોતાની ગાયકીની પ્રસ્તુતિ રજૂ કરી હતી. તેમના સંગીતમય પ્રદર્શનને માણવા મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ સંગીતની સુંદર પ્રસ્તુતિનો આનંદ માણ્યો હતો.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જાનકી મીઠાઈવાલા, ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પુજારા સહિતના અગ્રણીઓ અને સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગીતકલા અને સાહિત્યને પ્રોત્સાહન આપવાની સાથે સંગીતપ્રેમીઓને એક મંચ પર એકત્રિત કરવાનો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સંગીતમય વાતાવરણમાં યોજાયો હતો.