અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરે કાર્યક્રમ યોજાયો

RSS અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા આયોજન કરાયું

વિજ્યા દશમી શતાબ્દી વર્ષનો અંતિમ વિજ્યા દશમી કાર્યક્રમ

હિન્દુ સંસ્કૃતિને બચાવવા, ભેદભાવથી દૂર રહેવા માર્ગદર્શન

RSS ગુજરાત પ્રાંતના બૌધિક ટોળીના સદસ્ય ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ-ભરૂચ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી વર્ષનો અંતિમ વિજ્યા દશમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પટાંગણમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી વર્ષના અંતિમ વિજ્યા દશમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન વિજ્યા દશમી હિન્દુ સમાજ વર્ષોથી કેમ ઉજવણી કરે છે.? તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ હિન્દુ સંસ્કૃતિને બચાવવા, ભેદભાવમાંથી હિન્દુ સમાજ કેવી રીતે બહાર નીકળે તેવા સંકલ્પ સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે RSSના ગુજરાત પ્રાંતના બૌધિક ટોળીના સદસ્ય કલ્પેશ પટેલ, ગંગેશ્વર વસ્તીના પ્રમુખ વિકાસ સોની તેમજ મોટી સંખ્યામાં RSSના સ્વયં સેવકો, શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના સભ્યો, માતાઓ બહેનો તેમજ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.