ભરૂચના જુના તવરા ગામ સ્થિત મંગલમઠ કબીર આશ્રમ અને વેરાઈ માતાજી મંદિરે શરદપૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય સંત સમાગમ જ્ઞાનયક્ષ સાત્વિક આનંદ આરતી તેમજ મહંતી પંજા ચાદર તિલક વિધિ સહિત સાધુ ચાદર અર્પણ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના જૂના તવરા ગામે મંગલમઠ કબીર આશ્રમ અને વેરાઈ માતાજીના મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય સંત સમાગમ જ્ઞાનયક્ષ સાત્વિક આનંદ આરતી તેમજ મહંતી પંજા ચાદર તિલક વિધિ સહિત સાધુ ચાદર અર્પણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તવરા મંગલમઠ થકી થતી સેવાઓને વધુ વેગ આપવા માટે તથા સેવાઓ વધુ તીવ્ર બને જેને લઇ મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબે તેમના પુત્ર ઘનશ્યામદાસજી સાહેબને પંજો આપી કબીર સંપ્રદાયના સંત બનાવ્યા હતા. આ સાથે જ અન્ય 16 વ્યક્તિઓને મહંતની પદવી આપી તેઓની ચાદર તિલક વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વરના મહંત 108 ગુરુચરણદાસ, મહંત 108 કમલેશદાસ, તવરા મંગલમંઠ કબીર આશ્રમના મહંત 108 ચેતનદાસ, કથાકાર ત્રિલોચના બહેન, ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝના નિમા દીદી તેમજ કબીર સંપ્રદાયના સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.