બ્રાહ્મણ સમાજના વ્યવસાયિક , સામાજિક અને આર્થિક વિકાસ અને સંગઠન માટે કાર્યરત વિપ્ર ગ્લોબલ એલાયન્સ ફાઉન્ડેશન હેઠળ જિલ્લામાં ખાનગી, સરકારી ક્ષેત્રે QA, QC અને R&D ફિલ્ડમાં કામ કરતા અગ્રણીઓની એક બેઠકનું આયોજન જેસીઆઇ ભવન અંકલેશ્વર ખાતે તા.૨૪મીએ કરાયું હતું.
જેમાં મોટી સંખ્યામાં ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના લોકોને પરસ્પર કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ અને માર્ગદર્શન અપાયું હતું.

