ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન

પ્રેસ કોનફરન્સ યોજાઈ

વોટ બચાવો દેશ બચાવો બચાવોના સૂત્ર સાથે આયોજન

ભાજપ પર કરવામાં આવ્યા પ્રહાર

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ‘વોટ બચાવો દેશ બચાવો’ના સૂત્ર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં  ચૂંટણી પંચ ભાજપ સરકારના દબાણ હેઠળ કામ કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ના સૂત્ર સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સને દક્ષિણ ઝોનનાં ઇન્ચાર્જ ચારુલતા ટોકસેએ સંબોધિત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવી ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચારુલતા ટોકસેએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ ભાજપ સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. તેમણે SIR પ્રક્રિયાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં SIR પ્રક્રિયા દરમિયાન આશરે 65 લાખ મતદારોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા મતદારોના અધિકારોનું રક્ષણ કરવાની માગ સાથે આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધુમાં, આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

આ ઉપરાંત, કોંગ્રેસના આગેવાનોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ ઉઠાવી હતી. મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પક્ષે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.