ભરૂચના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે સંજય જેસંગ ઠાકોર નામના શખ્સ સામે દુષ્કર્મ આચરવાનો અને બાળકીનું જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકીના પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં કાવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ કેસના આરોપી સંજય જેસંગ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.11 વર્ષીય બાળકી સાથે બનેલી આ ગંભીર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ આ મામલે પોલીસની કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે.
