ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
અંકલેશ્વરમાં કરવામાં આવી તપાસ
એક્સપ્રેસ વે પરથી દારૂ ઝડપાયો
અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળી આવ્યો
રૂ.6.24 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર નજીક સુરત તરફ જતા માર્ગે કાર નંબર GJ 19 AF 3010 ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે હાઇવે પર અકસ્માતગ્રસ્ત હાલતમાં ઉભેલી આ કાર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારમાંથી રૂ. 3.24 લાખની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે દારૂના જથ્થા સાથે કાર પણ જપ્ત કરી હતી. કાર અને દારૂ સહિત કુલ રૂ. 6.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે કારનો રજિસ્ટ્રેશન નંબર GJ 19 AF 3010 હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.આ મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
