ભરૂચ કોંગ્રેસમાં મોટો વિવાદ

2 આગેવાનો વચ્ચે ખટરાગ સામે આવ્યો

મહિલા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ બાખડયા

મામલો પોલીસ મથકે પહોંચ્યો

બન્નેના સામ સામે આક્ષેપ

ભરૂચ કોંગ્રેસમાં મોટો વિવાદ સામે આવ્યો છે.કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશન આગેવાન સાથે ફોટો પડાવવા બાબતે મહિલા કોંગ્રેસ પ્રમુખ અને શહેર શહેર કોંગ્રેસ પ્રમુખ બાખડતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબહેન તડવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે વિવાદ સર્જાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. દક્ષિણ ઝોનના પ્રભારીની હાજરીમાં યોજાયેલી બેઠક બાદ ફોટો પડાવવા બાબતે બંને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ વિવાદ બાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબહેન તડવીએ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વિરુદ્ધ ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે.જ્યોતિબહેન તડવીએ પોતાની અરજીમાં ગાળો ભાંડવા અને ધમકી આપવાના આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત, તેમણે સલીમ અમદાવાદી પર ચૂંટણી દરમિયાન પણ સોદાબાજી કરી હોવાના આક્ષેપો કર્યા છે.

બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ આ સમગ્ર મામલાને ઘરનો મામલો ગણાવી તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.સાથે જ તેઓએ જણાવ્યું હતું કે મહિલા કોંગ્રેસ પ્રમુખે જ બોલાચાલીની શરૂઆત કરી હતી.

આ ઘટનાને પગલે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ચર્ચાનો વિષય બન્યા છે. કોંગ્રેસમાં ચાલતી હુંસાતુસી બહાર આવી છે બીજી તરફ સલીમ અમદાવાદીને સસ્પેન્ડ ન કરાય તો જ્યોતિબહેન તડવીએ સમર્થકો સાથે રાજીનામાની ચીમકી ઉચ્ચારી કગે ત્યારે કોંગ્રેસનું મોવડી મંડળ શુ પગલા ભરે છે એના પર સૌ કોઈની નજર છે.