અંકલેશ્વરના દઢાલ ગામ પાસેય સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા 20 વર્ષીય યુવકે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં મકાન નંબર 83 માં રહેતા 20 વર્ષીય સોનુકુમાર જયપ્રકાશ છૂટક શાકભાજીનો ધંધો કરે છે ,તે શાકભાજીના ધંધામાં ધ્યાન ન આપતો હોવાના કારણે તેની માતાએ ઠપકો આપ્યો હતો .જે સોનુકુમારને લાગી આવતા તેણે રૂમમાં છતના પંખા સાથે દોરી વડે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોએ તાત્કાલિક રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ગડખોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.