ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર

ખેડૂતોની જીવાદોરી સમાન બની છે નર્મદા સુગર ધારીખેડા

નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત રીતે પ્રારંભ થયો

શેરડી પકવતા ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર

ખેડૂતોને પોતાની ઉપજ ફેક્ટરી સુધી પહોંચાડવા વેગ મળશે

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો પ્રારંભ થયો છે. આ સાથે જ બન્ને જિલ્લાના શેરડી પકવતા ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે.

નર્મદા સુગર ફેક્ટરી દ્વારા નવી પિલાણ સિઝનની શરૂઆત થતાં શેરડી પકવતા ખેડૂતોને પોતાની ઉપજ ફેક્ટરી સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વેગ મળશે. શેરડીના પાક સાથે જોડાયેલા ખેડૂતો અને ખેતમજૂરો માટે પણ આ સિઝન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે માહિતી આપતાં નવી સિઝનના પિલાણની શરૂઆત અંગે વિગતો રજૂ કરી હતી.

નર્મદા સુગર ફેક્ટરી ભરૂચ અને નર્મદા જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, ત્યારે નવી પિલાણ સિઝન સફળતાપૂર્વક ચાલે અને ખેડૂતોને તેનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.