PM મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા છે. PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
દિવસના સવારના આ કાર્યક્રમો બાદ સાંજે 5:15 વાગ્યે વડાપ્રધાન એકતા પથ માટે રવાના થશે. સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને પોલીસ ટુકડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરવામાં આવશે.
રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા જવા માટે રવાના થશે. ત્યારબાદ રાત્રે 9:10 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા માટે પ્રસ્થાન કરશે. આમ, બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે.
PM મોદીનો 31 ઓક્ટોબરનો કાર્યક્રમ:
સવારે 9:00 – સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની ચરણવંદના
સવારે 9:15 – વિવિધ વિકાસકાર્યોની ભેટ
સવારે 9:35 – બોન્સાઈ ગાર્ડનની મુલાકાત
સાંજે 5:15 – એકતા પથ માટે રવાના
સાંજે 5:30 – રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ
રાત્રે 8:00 – એકતાનગરથી વડોદરા જવા રવાના
રાત્રે 9:10 – વડોદરાથી દિલ્હી જવા રવાના
