એસ.વી.ઈ.એમ.સ્કૂલ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓની કારકિર્દીમાં વાલીઓની ભૂમિકા વિષય પર યોજાયો કાર્યક્રમ
કોકિલાબેન પંડ્યાએ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું
બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન અને હૂંફ આપવી જરૂરી
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ.ગુજરાતી માધ્યમ સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ.ગુજરાતી માધ્યમ સ્કૂલના પ્રાથમિક વિભાગ દ્વારા ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વજીફદારની વાડી સ્થિત ‘માં શારદાદેવી ભવન’ ખાતે યોજાયેલા આ વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના ઘડતરમાં વાલીઓની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા શ્રીમતી કોકિલાબેન પંડ્યાએ ‘વિદ્યાર્થીઓની કારકિર્દીમાં વાલીઓની ભૂમિકા’ વિષય પર વાલીઓને ખૂબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોતાના વક્તવ્યમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં માતા-પિતાની ભૂમિકા માત્ર તેની ભૌતિક જરૂરિયાતો સંતોષવા પૂરતી સીમિત નથી, પરંતુ બાળકની પ્રતિભા અને ક્ષમતાને ઓળખીને તેને સાચી દિશા આપવી અનિવાર્ય છે. બાળકો પર પરીક્ષાઓ કે માર્ક્સનું બિનજરૂરી દબાણ લાવવાને બદલે તેમને હૂંફ અને આત્મવિશ્વાસ પૂરો પાડવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રી મહેન્દ્ર પંચાલ, ટ્રસ્ટ સભ્ય તુષારભાઈ, વાલીમંડળના પ્રમુખ ભાનુભાઈ, આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા, સુપરવાઈઝર સ્વાતિબેન તેમજ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈને માર્ગદર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.
