ભરૂચના વાલિયાની સીલુડી ચોકડી પાસે બુલેટ, બાઈક અને એક્ટિવા વચ્ચે  ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ અને એક્ટિવા ચાલક સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા દોડધામ મચી ગઈ હતી.અકસ્માતમાં બાઈક અને એક્ટિવાને ભારે નુકસાન થયું હતું.



ઈજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના પગલે તેને વધુ સારવાર માટે અંકલેશ્વર ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વાલિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા.બીજી તરફ, અકસ્માત સર્જનાર બુલેટ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી