લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખીને બેઠા હતા કે સરકાર દિવાળીના તહેવાર પર તેમને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપશે. કેન્દ્રીય કેબિનેટે આ રાહનો સુખદ અંત આણતા જુલાઈ મહિનાથી લાગુ થનારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને દિવાળીની આ શાનદાર ભેટ આપી છે.
કર્મચારીઓને જુલાઈ મહિનાથી લાગુ થયેલા આ વધારા સાથે ઓક્ટોબર સુધીના કુલ 4 મહિનાનું એરિયર એકસાથે આપવામાં આવશે. આ તમામ રકમ કર્મચારીઓના ઓક્ટોબર મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે, જેથી દિવાળીના તહેવાર પહેલા તેમના ખાતામાં મોટી રકમ જમા થશે.
