એસઓયુ ખાતે ભારતની વિવિધતામાં એકતાના દર્શન
ચંદીગઢની સાંસ્કૃતિક વિરાસતને કેનવાસ પર કંડારાઈ
વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું અનોખું પ્રદર્શન
ચંદીગઢની સ્થાપત્યકલા કેનવાસ પર જીવંત કરતી અનવિન્દર
દેશની વિવિધ સંસ્કૃતિઓને એકતાના સૂત્રે બાંધવાનું પ્રેરણાસ્રોત
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે શક્તિ ઓફ ભારત થીમ હેઠળ ભારત પર્વમાં દેશભરના રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત અને હસ્તકલા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ‘શક્તિ ઓફ ભારત’ થીમ હેઠળ ‘ભારત પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે.30 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલા આ પર્વમાં દેશભરના રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત અને હસ્તકલા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ચંદીગઢથી પધારેલા કલાકાર સુશ્રી અનવિન્દરે ચંદીગઢ લલિત કલા અકાદમીના સહયોગથી પોતાની પેઇન્ટિંગ કળા વડે ચંદીગઢનો ઇતિહાસ, સ્થાપના અને સ્થાપત્યને કેનવાસ પર જીવંત કર્યા છે. તેમણે પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે, એકતાનગરની પ્રથમ મુલાકાતમાં દેશભરના કલાકારો સાથે પોતાની કળા રજૂ કરવાનો અવસર મળવો એ ગૌરવની વાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર સરદાર સાહેબનું સ્મારક નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિઓને એકસૂત્રે બાંધતો સુંદર સંદેશ છે.
