ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે દિવાળી પર્વની ઉજવણી

દિવાળી પર્વ એટલે અંધકારથી ઉજાસ તરફ જવા માટેનો તહેવાર

મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો હરિભક્તો ઉજવણીમાં જોડાયા

પાંચ હજાર જેટલા દિવડા પ્રગટાવીને પર્વની કરી ઉજવણી

બાળકોએ પોતાના પરિવાર સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુલ ખાતે દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગુરુકુલના સાધુ સંતો મહંતો હરિભક્તો સાથે મળીને પરંપરાગત રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુલ ખાતે દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુકુલ પરિસર દિવડાઓની ઝગમગાટથી ચમકતું થયું હતું. વિદ્યાર્થીઓએ પોતાના હાથેથી તૈયાર કરેલી સુંદર રંગોળીઓથી સમગ્ર પરિસર શોભામય બન્યું હતું. દરેક ખૂણામાં રંગબેરંગી દીવા પ્રગટાવતા સૌએ પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી. ગુરુકુલ પરિવારના સભ્યોએ પરસ્પર દિવાળી અને નૂતન વર્ષના શુભકામના પાઠવી હતી

આ પ્રસંગે સંસ્કારધામ ગુરુકુલના રામપ્રકાશ સ્વામીએ વિદ્યાર્થીઓને દિવાળીના આધ્યાત્મિક તથા સંસ્કારાત્મક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દિવાળી માત્ર આનંદનો પર્વ નથી, પરંતુ સદગુણો, સત્ય અને પ્રકાશના માર્ગ પર ચાલવાનો સંદેશ આપે છે,સાથે લોકોના જીવનમાંથી અંધકાર દૂર થાય અને જીવનમાં ઉજાસ આવે તે વિષે શુભેરછાઓ પાઠવી હતી.

સંસ્કારધામ ગુરુકુળ ખાતે દિવાળી પર્વ નિમિતે પાંચ હજાર જેટલા દિવડા પ્રગટાવીને આ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સાધુ સંતો મહંતો હરિભક્તો ભાઈઓ બહેનો જોડાયા હતા.ઉજવણીના અંતે સૌએ પરિવાર સાથે ફટાકડા ફોડીને પર્વની ખુશી વ્યક્ત કરી હતી.