ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન

રજત જયંતિ મહોત્સવની ઉજવણી

25 હજાર દિવડાની આરતી

ભવ્ય આતાશબાજી કરાય

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 25,000 દીવડા સાથે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ રજત જયંતિ વર્ષ નિમિત્તે આતશબાજીનું પણ કરવામાં આવ્યું હતું

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મંદિરના ઐતિહાસિક રજત જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની 25 વર્ષની આધ્યાત્મિક યાત્રાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 25 હજાર દીવડાં પ્રગટાવવામાં આવ્યાં હતાં.

દિવાળીના પાવન પર્વે યોજાયેલી મહાઆરતી દરમિયાન હજારો દીવડાંના દિવ્ય પ્રકાશથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ સમક્ષ ભક્તોએ ભક્તિભાવપૂર્વક મહાઆરતીમાં ભાગ લીધો હતો. આરતીની ધૂન અને દીવડાંના ઝગમગાટથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી સંખ્યામાં હરિભક્તો અને પરિવારજનોએ ઉપસ્થિત રહી મહાઆરતી તથા ભગવાનનાં દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. BAPS મંદિરના રજત જયંતી મહોત્સવની આ ઉજવણી ભક્તો માટે યાદગાર બની રહી હતી.