ભરૂચ જીલ્લા માં આવેલ ઔધોગિક વસાહત માં ધમધમતા ઉદ્યોગ એકમો ને એક્સાઈઝ ને લગતી કામગીરી સરળ અને સગવડતા રૂપ બની રહે તે માટે ભરૂચ શહેર નાં સ્ટેશન રોડ પર આવેલ આર.કે.કસતા કોર્પોરેટ હાઉસ ના બીજા માળે નવી કસ્ટમ્સ,એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ કમિશનરેટ ઓફિસ તૈયાર કરવામાં આવી છે.

45c39c30-cb1a-460a-aa21-ac9033eca0f9

આ ઓફિસને વિધિવત રીતે કાર્યવિંત કરવા માટે તારીખ 4 મે બુધવાર ના રોજ સાંજે 4:30 કલાકે સેન્ટ્રલ એક્સાઈઝ વડોદરા ઝોન ના ચીફ કમિશનર અરવિંદ સિંગ ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે,આ પ્રસંગે સેન્ટ્રલ એક્સાઈઝ ના અધિકારીઓ,કર્મચારીઓ,સહિત આમંત્રીતો ખાસ ઉપસ્થિત રહેશે.