કેન્દ્રીય કર્મચારીઓના વેતન ભથ્થા અને પેન્શનમાં સુધારા માટેના સાતમા વેતન આયોગની દરખાસ્તને વધારા સાથે બુધવારે મંજૂરી મળે તેવી શક્યતાઓ છે.
વેતન આયોગ દ્વારા બેઝિક સેલેરીમાં 15 ટકા વધારાની માંગણી કરી છે.જો તે લાગુ કરવામાં આવશે તો તેનાથી 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે.
ગત વર્ષે નવેમ્બરમાં વેતન આયોગ દ્વારા બેઝિક વેતનમાં 14.27 ટકા સુધીના વધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ વધારો વેતન આયોગ દ્વારા છેલ્લા 70 વર્ષમાં સૂચવવામાં આવેલો સૌથી ઓછો વધારો જણાવવામાં આવી રહ્યો છે.
આયોગના પ્રસ્તાવમાં ભથ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવે તો વેતનમાં 23.55 ટકાનો વધારો થઇ શકે છે.
