ભરૂચ જિલ્લા માં શ્રાવણ માસ ની શરૂઆત થી જ મેઘમહેર વરસી છે.જોકે ધોધમાર નહિ પણ છૂટો છવાયો વરસાદ પણ વરસતા ખેતી માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે.

ભરૂચ જીલ્લા માં રાજ્ય ના અન્ય જિલ્લા ઓ કરતા મોસમ નો વરસાદ ધારણા કરતા થોડો ઓછો પડયો છે,અને ખેડૂતો ને પણ ખેતીના પાક ને સજીવ રાખવા ની ચિંતા હતી પરંતુ અષાઢ મહિના ના અંતમાં અને શ્રાવણ ની શરૂઆત માં ધીમી ધારે પણ મેઘમહેર ચાલુ રહેતા ખેડૂતો ની ચિંતા ઓછી થઇ છે.આમ જોઈએ તો મોસમ નો જિલ્લા નો સરેરાશ વરસાદ 90 મી.મી થી વધારે અને કુલ વરસાદ 1740 મી.મી થી વધારે નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

છુટા છવાયા વરસાદ માં ભરૂચ માં 1મી.મી,અંકલેશ્વર માં 2મી.મી,નેત્રંગ માં 3 મી.મી,ઝગડીયા 2 મી.મી તેમજ હાંસોટ માં 4 મી.મી વરસાદ નોંધાયો હતો.મુશળધાર નહિ પણ ધીમી ધારે પણ મેઘ રાજા હેત વરસાવે તેવી લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.