ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામા ભડકોદ્રા ગામે આવેલા સાધુ તળાવમા થઈ રહેલા માટી પૂરાણને બંધ કરવા અંગે સ્થાનીકોએ કલેક્ટરને રજુઆત કરી.
જંબુસર તાલુકાના ભડ્કોદ્રા ગામની પુર્વ દિશામા આવેલા સાધુ તળાવ વર્ષ ૧૯૭૨મા દુષ્કાળને સમયે પાણીની જરૂરીયાતને ધ્યાને લઈને બનાવવામા આવ્યુ હતુ. જેને જરૂરીયાત મૂજબ વર્ષ ૨૦૦૪મા લોક ફાળો અણ્વયે સાધુ તળાવ ઉંડુ કરવામા પણ આવ્યુ હતુ. આ તળાવનો ૫૦ વર્ષથી લોકો ઉપયોગ કરતા આવ્યા છે. ત્યારે સ્થનિકો અરજદારો અનુસાર ભડ્કોદ્રાના સરપંચ અધિકારીઓને ખોટી માહિતી આપી તળાવમા માટી પુરાણ કરી રહ્યા છે. આ અંગે વર્ષ ૨૦૧૮થી અનેક વાર સ્થાનીક અધિકારીઓને મૌખીક તેમજ લેખીત રજૂઆત કરવામા આવી હોવા છતાય આજ દીન સુધી કોઇ યોગ્ય નિર્ણય ન આવતા સ્થાનીકો દ્વારા આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
