ભરૂચ શહેર તથા જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકદાર બેટિંગ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો છે. જોકે, 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકદાર બેટિંગ કરી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેનાથી નાગરિકોને ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ, આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થયો છે, જેનાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમયસર વરસાદના કારણે વાવણી અને ખેતીના અન્ય કાર્યોને વેગ મળતા ખેડૂતો આ વર્ષે સારી ઉપજની આશા વ્યક્ત કરી રહ્યા છે.