રાજ્યમાં COVID-19 સંમણને રોકવા રાજ્યની પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે ૨૯ શહેરોમાં રાત્રી કફ્યુર્નો અમલ ચાલુ છે તેને વધુ સધન કરવા પોલીસને ડીજીપી તરફથી આદેશ આપવામાં આવેલ છે. માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના મુદ્દે પણ કોઇ બાંધછોડ ન ચલાવી લેવા પોલીસને સૂચના આપવમાં આવેલ છે.
ગઇકાલે રાજ્યમાં જાહેરનામા ભંગ અંગેના કુલ-૨,૪૧૧ કેસો દાખલ કરવામાં આવેલ છે તથા કુલ-૨,૪૦૨ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. તો રાજ્યમાં,માસ્ક ન પહેરવા અંગેના તથા જાહેરમાં થૂંકવા અંગે કુલ ૧૦,૫૮૮ લોકોને દંડ કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં કુલ-૧,૩૧૬ વાહનો પણ ડીટેઇન કરવામાં આવેલ છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170